PMOમાં નોકરી અપાવવાના બહાને 26 લાખની ઠગાઈ, ભાજપ સાથે જોડાણ હોવાનો આરોપીનો દાવો
સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં રહેતી એક મહિલાને તેના પુત્રને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નોકરી અપાવવાની ખોટી ખાતરી આપી ઉત્તરપ્રદેશના એક શખ્સે 26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતે ભાજપનો સભ્ય હોવાનો અને રાજકીય સ્તર
સુરત


સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં રહેતી એક મહિલાને તેના પુત્રને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નોકરી અપાવવાની ખોટી ખાતરી આપી ઉત્તરપ્રદેશના એક શખ્સે 26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતે ભાજપનો સભ્ય હોવાનો અને રાજકીય સ્તરે મોટા સંપર્કો ધરાવતો હોવાનો દાવો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો.

અલથાણ–ભીમરાડ રોડ સ્થિત આકાશ એન્ફ્લેવમાં રહેતી વિનીતા રાય વર્ષ 2024 દરમિયાન ઉત્તરપ્રદેશના બુલંદશહેર ગયા હતા. ત્યાં તેમની મુલાકાત વિકાસ ત્રિવેદી નામના વ્યક્તિ સાથે થઈ હતી. વિકાસે PMOમાં સીધી ભરતી કરાવી આપવાની લાલચ આપી અને વિવિધ પ્રક્રિયાના બહાને જાન્યુઆરીથી એપ્રિલ 2024 દરમિયાન અલગ-અલગ હપ્તામાં કુલ 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

લાંબા સમય બાદ પણ નોકરી અંગે કોઈપણ પ્રકારનો નિમણૂક પત્ર ન મળતા વિનીતા રાયને શંકા ગઈ હતી. પૂછપરછ કરતા આરોપીએ ‘પ્રક્રિયા ચાલી રહી છે’ તેમ કહી સમય પસાર કર્યો હતો. બાદમાં વધુ તપાસમાં સમગ્ર મામલો ઠગાઈનો હોવાનું ખુલાસો થયો હતો.

આ મામલે ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ ji ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande