જામનગરના જામજોધપુર નજીક ધ્રાફાની સીમમાં 'માંગપત્તા અંદર-બહાર' નામનો જુગાર રમતા 6 ઝડપાયા
જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલી ઓરડીમાં ધ્રાફા અને પોરબંદરના શખ્સ ભેગા મળીને માંગ પાનુ અંદર-બહારનો જુગારનો અખાડો ચલાવતા હોવાની ચોકકસ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને ૬ શખ્સોને ૧.૧૦ લાખની
જુગાર અખાડો ઝડપાયો


જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલી ઓરડીમાં ધ્રાફા અને પોરબંદરના શખ્સ ભેગા મળીને માંગ પાનુ અંદર-બહારનો જુગારનો અખાડો ચલાવતા હોવાની ચોકકસ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને ૬ શખ્સોને ૧.૧૦ લાખની રોકડ, વાહનો સહિત ૮.૯૫ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા જયારે ધ્રાફાનો સંચાલક તેમજ પોરબંદર, કુતીયાણા, જામજોધપુર, ચોરબેડીના શખ્સો નાશી છુટયા હતા.

જામનગર એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ કાંટલીયા, પીએસઆઇ મોરીની સુચના અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભયપાલસિંહ, સુમિતભાઇ, અજયભાઇ અને ક્રિપાલસિંહ હકીકત મળેલ કે ધ્રાફા ગામની બોરીયાબંધીયા નામની સીમમાં જયરાજસિંહ જાડેજા ધ્રાફાવાળો તેમના મિત્ર પ્રકાશ બરડાઇ પોરબંદરવાળા બંને જણા સાથે મળીને ખેતરની ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન ગંજીપતા વડે માંગ પાનુ-અંદર બહારમાં રૂપિયા લગાડી જુગાર રમતા પોરબંદર રાણાવાવના પ્રકાશ બહાદુર બરડાઇ, છાયા સોસાયટીના કેશુ વજેશી આગઠ, છાયા પ્લોટમાં રહેતા દિવ્યેશ નારણ વાંજા, ખરાનગરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રવિ શાંતીલાલ નડીયાધાર, જામજોધપુર તિરુપતી સોસાયટીના મનિષ ડાયા વકાતર અને ધ્રાફા ગામના મહાવીરસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા પકડાઇ ગયા હતા.​​​​​​​ તેની પાસેથી ૧.૧૦ લાખની રોકડ, ૭ મોબાઇલ તથા કાર, બે બાઇક મળી કુલ ૮.૯૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જયારે જામજોધપુરના ધ્રાફાના જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, છાયા સોસાયટીના નિલેશ ભુતીયા, સિસલી ગામના રાજુ મોઢવાડીયા, કોટડા ગામના અરજણ ઉર્ફે ભુરો બાપોદરા, કડીયા પ્લોટ પોરબંદરના કિશન કુંભાર, મૈયાલી ગામ કુતીયાણાના કેશુ ઓડેદરા, લાલપુરના ચોરબેડીના ઇરફાન મુસ્લીમ, ઓડદર ગામના રામદે રાણા ઓડેદરા, જુનાગઢના દાસાભાઇ, અશોકભાઇ, ખાપટ વિસ્તારના રાઠોડ નામના શખ્સો નાશી છુટયા હતા. તમામની સામે જુગારધારા મુજબ શેઠવડાળા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande