
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)પાટણની સરકારી ઇજનેરી કોલેજ (GEC) ના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૨૧ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કોલેજના ઓલ્ડ એમિનિટી બ્લોક સામે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રોફેસરો, એન.એસ.એસ. સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાંજે ૮:૧૫ થી ૯:૧૫ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં સૂર્ય નમસ્કાર, ધ્યાન અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ સત્રો દ્વારા સહભાગીઓને શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને એકાગ્રતાનો અનુભવ થયો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના આચાર્ય અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ