અંબાજી મંદિર ને ફરી મળશે નવી ચમક...મંદિર ની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપશે,
અંદાજે  એક કરોડ રુપીયા ઉપરાંત ની નિશુલ્ક સેવા કાર્ય....
Ambaji mandir ne malshe navi chamak


Ambaji mandir ne malshe navi chamak


Ambaji mandir ne malshe navi chamak


Ambaji mandir ne malshe navi chamak


અંબાજી 27 ડિસેમ્બર (હિ.સ)યાત્રાધામ અંબાજી મંદિર નું મહત્તમ નવું જીણોદ્ધાર 1975 માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થર થી ઘડતર શરુ થયું હતું ને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિર નો જીણોદ્ધાર મુખ્ય શિખર ને સોને થી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે આ મંદિર અંબાજી માં નીકળતા માર્બલ માંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા 50 વર્ષ થી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદ ને અનેક વાવાઝોડા ના ડસ્ટ થી મંદિર નો માર્બલ પીળો ને કાળા ડાઘ વાળો થઇ ગયો છે ત્યારે બરોડા ના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા ને, તેમને આ મંદિર ના સંગેમરમર ની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી.

આ મંદિર ની તમામ સાફ સફાઈ પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલ ની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ એક કરોડ રુપીયા ઉપરાંત નો થવા જાય છે પણ બરોડા ની ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપની ના ચેર પરસન રાહુલ શર્મા એ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા, મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે માર્બલ ની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી લગભગ 180 દિવસ માં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે આ કામગીરી ત્રણ તબક્ક્કા માં પુર્ણ કરવામાં આવશેતેમ ડોનર રાહુલ શર્મા એ જણાવ્યું હતું અંબાજી મંદિર ના જીણોદ્ધાર ને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખત ના વરસાદ વાવાજોડા થી ડાઘ વાળો માર્બલ ફરી તેની ઓરીજનલ ચમક માં આવશે અને તેની ચમક જે પાવર વૉશ અને સ્ટીમ વોશ થી કેમિકલ સાથે ની ટ્રીટમેન્ટ ની અસર એક થી ડોઢ વર્ષ સુધી ટકશે ને ત્યાર બાદ આજ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી અપાતા મંદિર ના માર્બલ ની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડા ની કંપની ને સુપ્રત કરવામાં આવી હોવાનું અધિક કલેક્ટર કૌશિક મોદી એ જણાવ્યું હતું.

જે રીતે હાલ તબક્કે આ કામગીરી નો પ્રારંભ કરાયો છે ને સફાઈ કામગીરી ચાલી રહી છે તેમાં સફાઈ કરેલો અને સફાઈ કર્યા વગર નો માર્બલ નો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે આમ અંબાજી મંદિર ફરી એક વાર પોતાની સફેદી સાથે સંગેમરમર વાળી કોતરણી અને મુર્તીઓ ચમકતી જોવા મળશે આ કામગીરી ત્રણ તબક્ક્કા માં પુર્ણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande