



અંબાજી 27 ડિસેમ્બર (હિ.સ)યાત્રાધામ અંબાજી નજીક પાડલીયા ખાતે એક વિધવા આદિવાસી મહિલાના છાપરા ને તોડવા તેમજ ખેતરમાં ખાડા કરી દેવા બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો જેને લઇ અનેક નેતાઓ પાડલીયા ગામે પહોંચી મહિલા અને ન્યાય મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે બીજી તરફ અંબાજી નજીક આવેલા પાનસા ખાતે વનરાજી રિસોર્ટનો કેટલોક ભાગ વન વિભાગમાં આવતા હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે ત્યારે વનરાજી રિસોર્ટમાં જવાનો મુખ્ય રસ્તો પણ જંગલ ખાતામાં આવતો હોવાની વાતે જોર પકડ્યું છે એટલું જ ની આ સમગ્ર મામલો મીડિયામાં ઉછળતા જંગલ ખાતાના કેટલાક અધિકારીઓ દ્વારા હવે આ વનરાજી રિસોર્ટ ઉપર નજર બેસાડી છે એટલું જ નહીં વનરાજી રિસોર્ટમાં કેટલોક ભાગ જે જંગલ વિભાગમાં આવે છે તેને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા જોવા મળી રહે છે ને ગમે ત્યારે બુલડોઝર ચાલી શકે છે એટલું જ નહીં વનરાજી રિસોર્ટમાં જવાનો મુખ્ય માર્ગ જે જંગલ વિસ્તાર નદી નાળા વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં પણ ફેન્સીંગની વાડ કરીને વનરાજી રિસોર્ટમાં જ vc ani રસ્તો બંધ કરાવાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે હાલ તબક્કે જો આ વનરાજી રિસોર્ટમાં જવાના રસ્તા ઉપર વાયરની ફેન્સીંગ કરી દેવામાં આવે તો વનરાજી રિસોર્ટ બંધ થાય તેવી શક્યતાઓ એ પણ નકારી શકાતી નથી આમ ખરેખર સમગ્ર વનરાજી રિસોર્ટ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓ ના નામ બહાર આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જેમને કેટલાક તંત્રને અંધારામાં નાખીને આ સમગ્ર રિસોર્ટ તૈયાર કરાયા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ