પોરબંદરની પોસ્ટ ઓફિસમા યુવાન સામે મારમારીનો ગુન્હો દાખલ
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરની પોસ્ટ ઓફિસમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ મારા મારી કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. દાખલ થયેલી ફરિયાદ મુજબ તા. 26 ડિસેમ્બરના રોજ ભાવેશ મનોજ ચંદ્રપાલ નામનો શખ્સ પોસ્ટ ઓફિસમાં રજીસ
પોરબંદરની પોસ્ટ ઓફિસમા યુવાન સામે મારમારીનો ગુન્હો દાખલ


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરની પોસ્ટ ઓફિસમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ મારા મારી કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. દાખલ થયેલી ફરિયાદ મુજબ તા. 26 ડિસેમ્બરના રોજ ભાવેશ મનોજ ચંદ્રપાલ નામનો શખ્સ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એ.ડી. કરવા ગયો હતો ત્યારે તે લાઈનમાં ઉભી પોતાનો વારો આવે તેની રાહ જોતો હતો. આ સમયગાળામાં અજાણ્યા શખ્સે આવી ફરિયાદીની આગળ ઉભા રહેતા ફરિયાદીએ પાછળ જવાનું કહ્યું હતું જેને લઇ અજાણ્યા શખ્સે ભાવેશ ચંદ્રપાલનો કાંઠલો પકડી બાચકા ભરી માર માર્યો હતો તેમજ અન્ય શખ્સે પણ ફરિયાદીનો કાંઠલો પકડી બહાર ધકેલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભાવેશ ચંદ્રપાલે કમલાબાગ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મામલે ત્રણે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande