
જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : બાંગ્લાદેશના પીડિતોની રક્ષા માટે સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા હનુમાન ચાલીશાના એક હજાર પાઠનું પઠન કરીને રક્ષા પ્રાર્થના આવતીકાલે સાંજે કરવામાં આવશે.
છેલ્લા સમયથી બાંગ્લાદેશમાં પીડિત લોકો પર બેરહેમી પૂર્વક ક્રુરતાથી ભયકર અત્યાચાર કરવામાં આવે છે.ત્યારે પીડિતોની રક્ષા માટે જામનગર માં વિનાયક પાર્કના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે.જે આગામી તા. 28.12.2025ના સાંજે 4 થી 6.30 વાગ્યા સુધી હનુમાન ચાલીશાના 1000 શસ્ત્ર પાઠના પઠન કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
બાદમાં દ્વારકાધીશની બેન્ડ પરની આરતી માફક મહાઆરતી ઉતારવામાં આવશે. હનુમાન ચાલીશાના પાઠના સંચાલક મંડળ વતી યોજવામાં આવેલ આ રક્ષા પ્રાર્થનામાં સહુ ને જોડાવવા પૂજારી વિનાયક ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt