
જુનાગઢ 27 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ભેસાણ ખાતે આવેલી ક્રિષ્ના સ્કૂલમાં પરંપરાગત ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓના નિરોગી સ્વાસ્થ્ય માટે શાળાના પ્રાંગણમાં માર્કંડેય મહાપૂજા યજ્ઞ તથા તુલસી પૂજા-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મચાર્ય આશ્રમની વિચારધારાને અનુરૂપ વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાન સાથે જીવનમૂલ્યો વિકસે, નવી ચેતના અને પ્રેરણા મળે તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વધે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓના જન્મદિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ જૂનાગઢ જિલ્લાકક્ષાની 'કલા મહાકુંભ-2025' સ્પર્ધામાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમથી શાળામાં આનંદ અને ગૌરવભર્યો માહોલ સર્જાયો હતો..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ