સિદ્ધપુરમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ખેતીમાં રસાયણોના ઉ
સિદ્ધપુરમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ખેતીમાં રસાયણોના ઉપયોગમાં ઘટાડો કરી જૈવિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ દેશોના નિષ્ણાતો તથા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કરીમભાઈ મરેડિયા અને કોગેક ગ્રુપના અધ્યક્ષ રિઝવાન આડતિયાએ જૈવિક ખેતીના વૈશ્વિક મહત્વ અને તેના લાભો વિશે માહિતી આપી હતી.

આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના પૂર્વ લીડર ઉમેશભાઈ દેસાઈ અને કૃષિ નિષ્ણાત ઈસ્માઈલભાઈ શેરુએ જૈવિક ઇનપુટ્સના યોગ્ય ઉપયોગ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ખેડૂતોની શંકાઓનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે જૈવિક ખેતીમાં નોંધપાત્ર કાર્ય કરનાર પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જે.પી. ઘરીયા, અર્જુનસિંહ રાજપૂત, વિષ્ણુભાઈ પટેલ, સોમાજી ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર અને જગદીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande