પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ક્રાયકર્મ યોજાયો
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ નાગરિકની સુરક્ષા માટે તત્પર રહે છે અને કોઈ ફરિયાદ અરજી કે આવે તો તાત્કાલિક ધોરણે અરજદારને તેની ખોવાયેલી વસ્તુ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મો
ઉદ્યોગ નગર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ક્રાયકર્મ યોજાયો.


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ નાગરિકની સુરક્ષા માટે તત્પર રહે છે અને કોઈ ફરિયાદ અરજી કે આવે તો તાત્કાલિક ધોરણે અરજદારને તેની ખોવાયેલી વસ્તુ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ખોવાઈએ ગયા હોવાની બે અરજીઓ આવી હતી. જે અરજી અનુસંધાને પોલીસ અધિકારી દ્વારા ટેક્નિકલ સોર્સના આધારે “ CEIR “ પોર્ટલમાં ટ્રેકિંગમાં મૂકી સતત મોનેટરીંગ કરી ગુમ થયેલા મોબાઈલ શોધી અરજદાર રાજુ રાવજીભાઈ મંડોરાનો OPPO RENO 13 કિંમત રૂ. 37200 અને અરજદાર નથુભાઈ મકવાણાનો OPPO A 16 E કિંમત રૂ. 10500 શોધી તા. 26 ડિસેમ્બરના ' તેરા તુજે અર્પણ ' કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande