સુદામા મંદિરના 127 માં પાટોત્સવનું આયોજન કરાયું.
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.)મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી (હરિદાસ કુરજી) પરિવાર દ્વારા દર વર્ષે સુદામાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન સુદામાજીના 127માં પાટોત્સવનું પોષ સુધી આઠમ તા. 28 ડિસેમ્બર રવિવારના રોજ આય
સુદામા મંદિરના 127 માં પાટોત્સવનું આયોજન કરાયું.


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.)મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી (હરિદાસ કુરજી) પરિવાર દ્વારા દર વર્ષે સુદામાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન સુદામાજીના 127માં પાટોત્સવનું પોષ સુધી આઠમ તા. 28 ડિસેમ્બર રવિવારના રોજ આયોજન સવારે 9:30 થી 11:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીની પૂજા અર્ચના ભક્તિભાવ સાથે વેદમંત્રો તેમજ ગીતાજીના પાઠ સાથે કરવામાં આવશે તેમજ સુદામાજીના મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારે વિશ્વના એક માત્ર સુદામા મંદિરના આ ભવ્ય ધાર્મિક ઉત્સવનો લાભલેવા પોરબંદરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande