જામનગર જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને, લઘુત્તમ રોજગાર આપવાનો લક્ષ્યાંક પૂર્ણ થવા નજીક
જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : મનરેગા હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી યોજના તળે 125 દિવસનો રોજગારનો વાયદો કરવામાં આવ્ય
ખેતમજૂર


જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : મનરેગા હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી યોજના તળે 125 દિવસનો રોજગારનો વાયદો કરવામાં આવ્યો છે. જોકે વર્ષ 2025માં જામનગર જિલ્લામાં મનરેગા યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થવાની નજીક રહ્યો છે.

જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી મળતી આંકડાકીય વિગત મુજબ જામનગર જિલ્લાના છ તાલુકામાં કુલ 8398 કુટુંબ 5313 સભ્ય મનરેગા હેઠળ રોજગારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.હાલમાં કુલ એક્ટિવ કાર્ડ 17934 છે.

જેમાં એક્ટિવ શ્રમિકોની સંખ્યા 28026 હોવાનું જણાવવા મળે છે. શ્રમિકોને સરેરાશ પ્રતિદિન રૂ.288 લેખે રોજગારી પુરી પાડવામાં આવતી હતી.જેમાં વેતન વધારવા અંગે સૂચનો આવેલ હોય આગામી સમયમાં આ અંગે નવી પોલીસી જાહેર થશે. આમ અંદાજે જિલ્લામાં 2.15 લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં નવી યોજનામાં અનેક જે 6 ટકા ક્નટીજન્સી હતી.તેમાં 3 ટકાના વધારા સાથે 9 ટકા કરવામાં આવી છે.નવી યોજના હાઈટેક બનાવી છે.જેમાં લોકોને ઉપયોગી બને તેવા વિકાસના કામો હાથ ધરાશે.જેમાં રોડ,રસ્તા,સેન્ટ્રલ હોમ જેવા અનેક કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મનરેગા યોજનામાં નવી કેન્દ્ર સરકારની યોજનામાં કેન્દ્ર સરકારના 60 ટકા અને ગુજરાત સરકારના 40 ટકા હિસ્સો ગ્રાન્ટમાં રહેશે. જામનગર જિલ્લામાં મનરેગા યોજના અન્વયે મુખ્યત્વે પંચાયતઘર નિર્માણ, આંગણવાડી નિર્માણ, તળાવ, કૂવા જેવા જળસંચયના કામો કરવામાં આવ્યા હતા.

સાથે જ મનરેગા યોજના અન્વયે સીમાંત ખેડૂતો પોતાના વાડી-ખેતરમાં ઘાસચારો વાવે, ખેત તલાવડી બનાવે, વનીકરણ કરે કે બંધપાળા નિર્માણ કરે તો પણ પંચાયતના ઠરાવ સાથે આવા કામો માટે રૂ.2 લાખની મર્યાદામાં કામ મંજૂર કરવામાં આવતા હોવાનું ડીઆરડીએ સૂત્રોએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande