ટ્રાફિક બ્રિગેડે ખોવાયેલ મોબાઈલ માલિકને કર્યો
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઈ ખૂટી સુદામા ચોક પર પોતાની ફરજમાં હાજર હતા તે દરમ્યાન ગત તા. 26/12/2025 ના રોજ સુદામા મદિર ગેટ સામે રસ્તા પરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી તુંરત જ તેઓએ આ અંગેની જાણ ટ્રાફિક
ટ્રાફિક બ્રિગેડે ખોવાયેલ મોબાઈલ માલિકને કર્યો.


ટ્રાફિક બ્રિગેડે ખોવાયેલ મોબાઈલ માલિકને કર્યો.


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઈ ખૂટી સુદામા ચોક પર પોતાની ફરજમાં હાજર હતા તે દરમ્યાન ગત તા. 26/12/2025 ના રોજ સુદામા મદિર ગેટ સામે રસ્તા પરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી તુંરત જ તેઓએ આ અંગેની જાણ ટ્રાફિક શાખાના પો. ઈન્સ. એમ.એલ. આહીરને કરી હતી તથા મોબાઈલ ફોન જોતા ચાલુ હાલતમાં હોય અને આ મોબાઈલ ફોનના માલિકનો સંપર્ક સાધી ખરાઈ કરી તેમજ આધાર કાર્ડની ઓળખ મેળવી અંદાજીત કિંમત રૂ. 30,000/-નો વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન નિલમબેન દ્રિવેદિએ ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઇ ખૂટી દ્વારા પરત આપવામાં આવેલ હતો. ટ્રાફિક શાખાના જવાનની પ્રામાણિકતાને નિલમબેન દ્રિવેદિ દ્વારા બિરદાવાઈ હતી તથા ટ્રાફિક શાખાના પો.ઈન્સ. એમ.એલ.આહીર, ટ્રાફિક બ્રિગેડના જવાન કિરણભાઈ સરમણભાઈ ખૂટી અને તથા તમામ ટ્રાફિક પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande