જામનગરના કાલાવડમાં કરૂણ ઘટના : લગ્નના બે દિવસ પહેલા જ 24 વર્ષીય યુવતીનું હાર્ટએટેકથી મોત
જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : કાલાવડમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીની તબિયત બગડતા અને ઉલટી વા લાગતા પ્રમ તેને કાલાવડમાં સનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી બાદમાં રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા અહીં સારવાર દરમિયાન યુવતીનું હાર્ટએટેકથ
હાર્ટએટેક


જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : કાલાવડમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીની તબિયત બગડતા અને ઉલટી વા લાગતા પ્રમ તેને કાલાવડમાં સનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી બાદમાં રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા અહીં સારવાર દરમિયાન યુવતીનું હાર્ટએટેકથી મોત થયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ કાલાવડમાં રહેતી દીપીકા તુલસીભાઈ રાબડીયા (ઉ.વ.૨૪) નામની યુવતીની તા. ૨૬ રાત્રિના ઘરે અચાનક ઉલટી વા લાગતા અને તબિયત બગડતા કાલાવડમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. પરંતુ યુવતીની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન સવારના સુમારે યુવતીનું મોત યું હતું. બનાવની જાણતા આ મામલે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવતીના પિતા તુલસીભાઈ ટ્રાવેલ્સના ધંધાર્થી છે અને તેઓ ખેડૂત પણ છે. દીપિકાના લગ્ન આગામી તારીખ ૨૮/૧૨/૨૦૨૫ ના સમૂહલગ્નમાં નિર્ધારિત કરાયા હતા. એટલું જ નહીં તારીખ ૨૭/૧૨ ના યુવતીની સગાઈ થવાની હતી. લગ્નના બે દિવસ પૂર્વે જ યુવતીનું મોત થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

આ અંગે કાલાવડ સીનેમા રોડ ખાતે રહેતા નયનાબેન તુલશીભાઇ રાબડીયા દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેમા જણાવ્યુ હતું કે મરણજનાર દિપીકાબેનને રાત્રીના ઉલ્ટી થઇ હતી અને વહેલી સવારના ગભરામણ થવા લાગતા ખેંચ આવતા બેભાન થઇ ગઇ હતી અને સારવાર માટે લઇ જવામાં આવી હતી જયાં ડોકટર દ્વારા હાર્ટએટેક આવવાથી મરણગયાનું જણાવ્યુ હતું. આ બનાવના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande