
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ કાયદો અને વયવસ્થા જળવાઈ રહે તે માટે સતત સક્રિય રહે છે. હાલ વિશ્વભરમાં નવા વર્ષ 2026ના સ્વાગતની તેમજ 2025ને વિદાય કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઘણા લોકો આ તહેવારને નશો કરી ઉજવતા હોય છે જેને કાયદાનો પાઠ ભણાવવા પોરબંદર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે ગત તા. 26 ડિસેમ્બરના રોજ બંદર રોડ સ્મશાન ગેટ પાસેથી મોટર સાયકલ પર જતા દિલીપ સાંખટ અને મહેશ વાઘેલા બે શખ્સોને અટકાવી ચેકીંગ કરતા 180 એમ.એલ. દારૂની 51 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ પૂછપરછ હાથ ધરતા આ બોટલ જયદીપ વંશ નામના શખ્સે આપી હોવાનું કાબુલ કરતા આ મામલે કીર્તિમંદિર પોલીસે ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત મિયાણી મરીન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન સેલ્ટોસ ગાડીમાં ચેકીંગ હાથ ધરતા સ્કોચ વિસ્કીની બે બોટલ મળી આવતા કારના ચાલાક મિલન પોસ્તરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya