




પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : અટલ ભવન જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આયોજીત ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાળ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ માં પુષ્પાંજલિ, પ્રદર્શની, સભા(વક્તવ્ય) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે કેતનભાઈ દાણી, બાબુભાઈ બોખીરીયા, અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા અજીતસિંહજી, જુજારસિંહજી, જોરાવરસિંહજી, ફતેહસીહજી એ દેશ ધર્મ માટે આપેલ બલિદાનને યાદ કરેલ વીર બાલ દિવસે 9 વર્ષના સાહેબજાદા જોરાવરસિંહજી અને 7 વર્ષના ફતેહસિંહજીને દેશ અને ધર્મ માટે મોગલો ની શરણાગતિ અને ઇસ્લામ અંગીકાર ન કરવા માટે ઔરંગઝેબના હુકમ થી વજીરખા એ દીવાલમાં જીવતા ચણી દીધેલ તે બલિદાનને યાદ કરેલ.
આ વીર બાળ દિવસના કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ, સિનિયર આગેવાન રાજશીભાઈ પરમાર, જીલ્લા પંચાયત કારોબારી, અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા શહેર ભાજપ મહામંત્રી નીલેશભાઈ બાપોદરા, વીર બાલ દિવસ કાર્યક્રમ નિમિતે જિલ્લાના સંયોજક પ્રતાપભાઈ કેશવાલા, સહ સંયોજક પુંજાભાઈ ઓડેદરા, આનંદભાઈ નાંઢાં, હર્ષ રૂઘાણી, તેમજ જિલ્લાના ભાજપના હોદેદારો, અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના ઉપપ્રમુખ વિજયભાઈ વડુકર દ્વારા કરવામાં આવેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya