
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર રેલ્વે સ્ટેશન ભીમનાથ મહાદેવ મંદિર સામે ફુટપાથ ઉપરથી ગત તા. 24/12/2025 ના રોજ એક અજાણ્યો પુરુષ ઉ.વ. 50 બીમાર હાલતમાં મળી આવ્યો હતો. જેને બિમારી સબબ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરતા ફરજ પરના ડોક્ટરએ સારવાર દરમ્યાન મરણ ગયેલ જાહેર કરેલ હોય જે મરણ જનારની લાશનું પી.એમ કરાવી મરણ જનારના વાલી વારસોની તપાસ કરતા કરાવતા હજુ સુધી મળી ન મળી આવતા મરણ જનારની ડેડ બોડી ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. મરણ જનારે સફેદ કલરનું કાળા આડા પટ્ટા વાળુ અર્ધી બાયનું ટી શેટ અને કમરે કાળા કલર નું પેન્ટ પહેરેલ છે. જે કપડા મેલા ધેલા છે. જેથી સદર મરણ જનાર પુરૂષના વાલી વારસો બાબતે કોઇ પણ હકિકત જાણવા મળે તો જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનના મો.નં. 63596-29625તથા તપાસ કરનાર પો.હેડ.કોન્સ. રણજીતભાઈ મુળુભાઈ મો.નં. 94293-63966 ઉપર જાણ કરવા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya