ગાંધીનગર કલેકટર દ્વારા ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા મત મથકોની, રૂબરૂ મુલાકાત લેવામાં આવી
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. “નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિ”ના સં
ગાંધીનગર કલેક્ટર


ગાંધીનગર કલેકટર


ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. “નામ નોંધણી ભૂલશો નહિ, મતદાનનો મોકો ચૂકશો નહિ”ના સંદેશ સાથે ગાંધીનગર ચૂંટણી વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં BLO પોતાના મતદાન મથક ખાતે હાજર રહેશે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવેએ આ કામગીરી નિરિક્ષણ કરવા સાથે નાગરિકોમાં આ કામગીરીની મહત્તા સમજાવતા, આજે અનેક બુથોની મુલાકાત કરી બી.એલ.ઓ તથા નગરજનોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કલેકટર ગાંધીનગર દ્વારા ગાંધીનગર શહેરી વિસ્તારના ૩૫- દક્ષિણ વિધાનસભા મથક 98/408 - સરગાસણ-3

એસ એન વિદ્યામંદિર, રૂમ નં.009, સરગાસણ,99/408 - સરગાસણ-4

એસ એન વિદ્યામંદિર, રૂમ નં.011, સ

100/408 - સરગાસણ-5

એસ એન વિદ્યામંદિર, રૂમ નં.012, 101/408 - સરગાસણ-6

એસ એન વિદ્યામંદિર, રૂમ નં.019,

102/408 - સરગાસણ-7

એસ એન વિદ્યામંદિર, રૂમ નં.008, 103/408 - સરગાસણ-8

એસ એન વિદ્યામંદિર, રૂમ નં. 007,

104/408 - સરગાસણ-9

સરગાસણ પ્રાથમિક શાળા, રૂમ નં. 2,

105/408 - સરગાસણ-10

એસ એન વિદ્યામંદિર, રૂમ નં. 018, સરગાસણ ખાતે મુલાકાત કરી હતી.

ઉપરાંત ૩૬- ગાંધીનગર ઉત્તર વિધાનસભા સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર- ૩ના મત મથક નંબર 116,118, 120, 122 તથા સરકારી પ્રાથમિક શાળા 2, સેક્ટર 24

ભાગ 202, 203, 205 અને 206 ની પણ મુલાકાત લીધી હતી ‌

ઉલ્લેખનીય છે કે, આ તકે, કલેક્ટર ગાંધીનગર દ્વારા નાગરિકોને માહિતગાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, તા. ૨૭/૧૨/૨૦૨૫ (શનિવાર), ૨૮/૧૨/૨૦૨૫ (રવિવાર), ૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, ફોર્મ- ૬ અ, મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા માટે ફોર્મ-૬ B, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા.૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે.

વધુમાં મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે Voter Helpline મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in અને www.nvsp.in ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. ૧૯૫૦ પર સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર ગાંધીનગરએ જિલ્લાના નાગરિકોને જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande