
ગીર સોમનાથ 28 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાની પ્રશ્નાવડા કુમાર શાળામાં ભવ્ય વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી સરકારી શાળાને નવી સદીની શાળા તરીકે બિરદાવી હતી.વાલી મીટિંગમાં શાળાની એસ એમ સી દ્વારા સત્રાંત ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના શિક્ષિકા વર્ષાબેન ને શાળાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તમામ વિદ્યાર્થીના વાલીઓ દ્વારા બાળકો સાથે વર્ગમાં બેસી તેમના સત્રાંત પેપરનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હાય હતું.આ વાલી મીટિંગમાં વાલીઓની સક્રિય ભાગીદારી વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રત્યે ગામની જાગૃતિ બતાવે છે જેના પરિણામો આવનારી પેઢીમાં જોવા મળશે એવું શાળાના આચાર્ય જે યુ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ