
જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં એક આધેડે જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો છે, મરણ જનારના પુત્રને બુલેટ લેવુ હોય અને હાલ આર્થિક સ્થીતી ખરાબ હોવાથી ના પાડી હતી જે બાબતે બોલાચાલી થઇ હતી દરમ્યાન માઠુ લાગી આવવાથી પગલુ ભરી લીધાનુ પોલીસ ચોપડે નોંધાયુ છે.
જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા નિલેશ બચુભાઇ સુચક નામના આધેડના દિકરા ધવલને બુલેટ લેવુ હોય જેથી પિતા પાસે પૈસા માંગતો હોય પરંતુ નિલેશભાઇ આર્થિક સ્થીતી ખરાબ હોવાથી બુલેટ લેવાની ના પાડતા આ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી-ઝઘડો થતો હતો.
દરમ્યાન નિલેશભાઇને આ બાબતનું મનમાં લાગી આવતા કંટાળી જઇ બે દિવસ પહેલા પોતાની મેળે માંકડ મારવાની દવા પી લેતા બેભાન હાલતમાં જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ હતું, આ બનાવ અંગે પંચેશ્ર્વર ટાવર, પાઠકફળીમાં રહેતા ખ્યાતીબેન નિલેશભાઇ સુચકએ સીટી-એ ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt