
- 363 બોગસ ખાતાઓમાં રૂ.2.23 કરોડની હેરાફેરી કરાઈ.
જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) : આજના આધુનિક યુગમાં સાયબર ફ્રોડના બનાવોમાં ચોકાવનારો વધારો થયો છે તેને અટકાવવા માટે કોઇ ખાસ સલામતી નથી પરંતુ જાગૃતતા શસ્ત્ર છે, આમ છતા પણ ચપુર અને ચપળ સાયબર અપરાધીનોઅની જાળમાં લોકો આવી જાય છે અને ડીઝીટલ એરેસ્ટ કે પૈસાની લાલચમા લાખો કરોડો રૂપીયા ગુમાવે છે.
તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યુ હતું તેમા સૌરાષ્ટ્રની ત્રણ રેન્જના તાબામા આવતા તમામ ૧૧ જિલ્લાઓમાં કુલ ૨૦૫૭ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા અને પૈસાની લાલચમાં ભાડે આપવામાં આવેલા ૨૦૫૭ બેંક ખાતા પકડી પાડવમાં આવ્યા હતા આ કારસ્તાનનું એપી સેન્ટર જુનાગઢ અને જામનગર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જીલ્લામાં કુલ ૩૬૩ અને દ્વારકા જીલ્લામાં ૮૬ શંકાસ્પદ બેંક ખાતાઓની સધન તપાસ કરવામાં આવી છે. જામનગર ખાતે ૨.૨૩ કરોડનો સાયબર ફ્રોડ પોલીસે પકડી પાડયો છે અને આ અંગે તપાસના કેમેરા કેન્દ્રીત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના તમામ ૧૧ જીલ્લાઓમાં મ્યુલ હન્ટ હેઠળ કુલ ૧૦૫ પોલીસ ફરીયાદ કરવામાં આવી છે જેમા ૧૦૮ સાયબર ઠગોને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે જયારે ૨૫૯ શખસોએ બેન્ક એેકાઉન્ટ ભાડે આપતા તેઓને નોટીસ ફટકારવામાં આવી છે સાયબર અને સ્થાનીક પોલીસની તપાસમાં હજુ ૩૫૭ બેન્ક ખાતાધારકો મળી આવ્યા નથી અને ૬૭૪ ખાતમાં કરોડો રૂપીયાના ટ્રાન્ઝેકશન કરવામા આવ્યા હોવાથી આ તમામ ખાતાધરો વોચમાં છે.
રાજકોટ રેન્જમાં પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે તેમા રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા જિલ્લાનો વિસ્તાર આવે છે, સોમનાથ અને જુનાગઢ તથા ભાવનગર રેન્ઝમા અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે જેમા ઓપરેશન મ્યુલ હન્ટમાં રાજકોટ રેન્જમા સર્વાધિક બોગસ બેંક ખાતા શોધી કરોડોની હેરફેરનું કારસ્તાન પકડી લેવામાં આવ્યુ છે.
ઘણી વખત લોકો સરળ પૈસા કાવવાની લાલચમાં આવા એકાઉન્ટ વપારવા દે છે અને તેઓને ખબર પણ નથી હોતી કે તેઓ ગુનામા સામેલ થઇ ગયા છે આ દરમ્યાન એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ તરીકે વપરાય તો તે ફ્રીઝ થઇ શકે છે આવા લોકો પોલીસના શંકાના દાયરામા આવે છે તેથી ભવિષ્યમાં નવુ એકાઉન્ટ ખોલવુ મુશ્કેલ બની શકે છે.
મ્યુલ એકાઉન્ટ એ એક પ્રકારનુ ભાડે લીધેલુ અથવા દુરુપયોગ કરાયેલુ બેંક એકાઉન્ છે જેનો ઉપયોગ સાયબર ઠગ અથવા ગુનેગારો ગેરકાયદેસર પૈસા ટ્રાન્સફર કરવા અથવા મની લોન્ડરીંગ માટે કરે છે ઠગો પોતાના નામના એકાઉન્ટનો ઉપયોગ ન કરીને અન્ય વ્યકિતના બેંક એકાઉન્ટ ભાડે લે છે અથવાા છેતરીને વાપરે છે આવા એકાઉન્ટમાં ઠગાઇથી મળેલ પૈસા જમા કરાવી તેને આગળ ટ્રાન્સફર કરી દેવામા આવે છે જેથી મુળ ગેનાગારની ઓળખ છુપાઇ જાય. બેંક ખાતાધારકને લાગે કે એકાઉન્ટનો દુરુપયોગ થયો છે તો તરત ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરો અથવા નજીકની પોલીસ સ્ટેશનમા: ફરીયાદ કરી કયારેય કોઇ અજાણ્યા લોકોને બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ઓટીપી અથવા કેવાયસી ડોકયુમેન્ટ આપશો નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt