જામનગરના મહીલા અગ્રણીને ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મળ્યું મહત્વનું સ્થાન
જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં જામનગરના મહીલા અગ્રણીને મહત્વનું પદ મળ્યું છે. ૧૪ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા આશાબેન નકુમની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેણી પક્ષમાં અગાઉ પણ પ્રદેશકક્ષાએ મહત્વના જુદા-જુદા
આશા નકુમ


જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં જામનગરના મહીલા અગ્રણીને મહત્વનું પદ મળ્યું છે. ૧૪ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા આશાબેન નકુમની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેણી પક્ષમાં અગાઉ પણ પ્રદેશકક્ષાએ મહત્વના જુદા-જુદા હોદા પર ફરજ બજાવી ચૂકયા છે.

ભારે ઇન્તેજારી બાદ હાઇકમાન્ડની લીલીઝીંડી મળતા ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલની નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી, ૧૦ મંત્રી અને એક કોષાઘ્યનો સમાવેશ કરાયો છે. ભાજપના પ્રદેશ માળખામાં તમામ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરના મહીલા અગ્રણીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

​​​​​​​છેલ્લાં ૧૪ વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને સંનિષ્ઠ કાર્યકર જામનગરના આશાબેન નકુમની ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપની ટીમમાં જામનગરના મહીલાને મહત્વનું પદ મળતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

અત્રે નોંધનીય છે કે, આશાબેન નકુમ અગાઉ ભાજપમાં પ્રદેશકક્ષાએ મહત્વના હોદા પર ફરજ બજાવી ચૂકયા છે. જેમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશ આઇટી સેલના મીડીયા કન્વીનર, સૌરાષ્ટ્ર ઝોનના આઇટી સહપ્રભારી અને પ્રદેશ મીડીયા ડીબેટ ટીમના પ્રવકતાના હોદાનો સમાવેશ થાય છે. હવે તેણીને પક્ષ દ્રારા પ્રદેશ મંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ જવાબદારી સુપેરે નિભાવવાની અને પક્ષને વધુને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યશીલ રહેશે તેમ આશાબેને જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande