કુતિયાણા ધારાસભ્ય સ્વખર્ચે ખેડૂતો માટે ડેમ માંથી પાણી છોડાવશે.
પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા સ્વખર્ચે સિંચાઈનું પાણી છોડાવશે સિંચાઈના પાણી માટે સરકારમાં રજૂઆત કરવ
કુતિયાણા ધારાસભ્ય સ્વખર્ચે ખેડૂતો માટે ડેમ માંથી પાણી છોડાવશે.


કુતિયાણા ધારાસભ્ય સ્વખર્ચે ખેડૂતો માટે ડેમ માંથી પાણી છોડાવશે.


પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા સ્વખર્ચે સિંચાઈનું પાણી છોડાવશે સિંચાઈના પાણી માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

સરકારી મંજૂરી બાદ સિંચાઈ માટે નિયત કરેલા જળાશયોમાંથી પાણી છોડવામાં આવશે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લા 14 વર્ષથી રવિ પાક દરમિયાન ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવે છે સિંચાઈ વિભાગને ભરવાની થતી નિયત રકમ કાંધલ જાડેજા દ્વારા આપવામાં આવે છે જેમાં ખેડૂતો પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થતા વધુ એક વખત ધારાસભ્ય કાંધલ જાડેજા મદદ આવ્યા છે તેમણે કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર પોરબંદર સહિતના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ભાદર બે ડેમ તેમજ બાટવા ખારા માંથી સિંચાઈનું પાણી આપવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ સિંચાઈ માટેની નિયત રકમ કાંધલ જાડેજા ચૂકવશે અને કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર સહિતના આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande