ધારીના ખાંભા રોડ પર કાર–પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક બાળકીનું મોત, પાંચ ઇજાગ્રસ્ત
અમરેલી, 29 ડિસેમ્બર (હિ.સ.) : ધારી તાલુકાના ખાંભા રોડ પર ખીચા અને દેવળા ગામ વચ્ચે આજે વહેલી સવારે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માનતા કરવા આવી રહેલા一 પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષા
ધારીના ખાંભા રોડ પર કાર–પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક બાળકીનું મોત, પાંચ ઇજાગ્રસ્ત


અમરેલી, 29 ડિસેમ્બર (હિ.સ.) : ધારી તાલુકાના ખાંભા રોડ પર ખીચા અને દેવળા ગામ વચ્ચે આજે વહેલી સવારે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી માનતા કરવા આવી રહેલા一 પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષા અને કાર બંનેને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે દુર્ભાગ્યવશ એક નાની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને ધારી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો સારવાર હેઠળ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મંજુબેન (જૂનાગઢ)એ જણાવ્યું હતું કે, “અચાનક સામેથી કાર આવી અને રીક્ષા સાથે ટક્કર લાગી, અમને બચવાનો સમય જ ન મળ્યો.” જ્યારે દીપકભાઈ (જૂનાગઢ)એ જણાવ્યું હતું કે, “ઝટકામાં બધા ફંગોળાઈ ગયા, બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.”

અકસ્માતની ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. હાલ ધારી પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande