રાજ્યની એફઆરસીએ ખાનગી સ્કૂલો ફી ઓનલાઈન જાહેર કરી, 5,780 સ્કૂલની ફી જાહેર
ગાંધીનગર,29 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં ખાનગી શાળાઓ માટે રાજ્ય સરકારે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદા છતાં અનેક શાળાઓએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી. ખાનગી શાળાઓ માટે
રાજ્યની એફઆરસીએ ખાનગી સ્કૂલો ફી ઓનલાઈન જાહેર કરી, 5,780 સ્કૂલની ફી જાહેર


ગાંધીનગર,29 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં ખાનગી શાળાઓ માટે રાજ્ય સરકારે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદા છતાં અનેક શાળાઓએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.

ખાનગી શાળાઓ માટે એફઆરસીએ નક્કી કરેલી ફી ઉપરાંત ચાલી રહેલી ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટીએ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની નિયત ફી એફઆરસી ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.

ખાસ કરીને અમદાવાદ ઝોનમાં શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે.

વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદા છતાં અનેક શાળાઓએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande