ગુજરાત નો મોસ્ટ વોન્ટેડ બુટલેગર SMC ના જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરતા ફાયરિંગમાં ઘાયલ
પી. એસ આઈ ના બાંધેલી સીટ બેલ્ટ થી ગળું દબાવી મારી નાખવાની કરી હતી નાકામ કોશિશ
અશોક બિશ્નોઈ ઘાયલ બુટલેગર


દાહોદ, 31 ડિસેમ્બર (હિ.સ.) દાહોદ જિલ્લામાં ગુજરાત નો મોસ્ટ વોન્ટેડ બુટલેગર અશોક બિષ્નોઈ દાહોદ ના લીમડી લીમખેડા ની વચ્ચે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવાની કોશિશ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ પી. આઈ ધ્વારા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગતા ઘાયલ થયો છે.

પ્રોહિબિશન અને ગુજસી ટોક ના અસઁખ્ય ગુનાઓનો ગુજરાતના વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈ ને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ આસામથી લઈ દાહોદ થઇ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ ક્વાર્ટર લઈ જઈ રહ્યા હતા ત્યારે દાહોદ જિલ્લાના લીમડી ગામથી આશરે 5 કિલોમીટર લીમખેડા ગામ તરફના માર્ગ ઉપર કારમાં પાછળ વચ્ચે બેસાડેલા રીઢા આરોપી અશોક બિશ્નોઈ એ અચાનક કાર હંકારી રહેલા પી. એસ. આઈ કે. ડી. રવિયા ના બાંધેલા સીટ બેલ્ટ ને ગળા ઉપર ખેંચી લાવી અને મારી નાખવાની કોશિશ કરતા કરમાં આગળ બેઠેલ પી. આઈ આર. જી ખાંટ, પી. એસ.આઈ વી. એન જાડેજા અને હેડ કોન્સ્ટેબલ જયવિજયસિંહ એ છોડાવવાની કોશિશ કરતા બિશ્નોઈ એ વધુ તાકાત કરી ગળું રેહસી નાખવાની કોસીસ કરતા પી. આઈ આર. જી. ખાંટ દ્વારા પી. એસ આઈ કે.ડી રવિયાના બચાવમાં ફાયરિંગ કરતા અશોક બિશ્નોઈ ને જમણા પગે ગોળી વાગતા તેને psi ના ગળાનો ખેંચેલો બેલ્ટ છોડ્યો હતો અને ત્યાર બાદ આ સ્ટેટ મોનિટરિંગ ની ટીમ દ્વારા ઘાયલ અશોક બિશ્નોઈ ને તાત્કાલિક દાહોદ zydus હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર હાલ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande