
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) વંદે માતરમની 150મી વર્ષગાંઠ
નિમિત્તે સોમવારે લોકસભામાં એક ખાસ ચર્ચાની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ કહ્યું કે,” આ રાષ્ટ્રગીતની 150 વર્ષની સફર સંઘર્ષ, પ્રેરણા અને અનેક ઐતિહાસિક પડાવોથી ભરેલી છે.” તેમણે કહ્યું
કે,” જ્યારે વંદે માતરમ 50 વર્ષ પૂર્ણ કર્યા
હતા ત્યારે, ત્યારે દેશ
ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, અને જ્યારે તે 100 વર્ષ પૂર્ણ કર્યા ત્યાંરે, ત્યારે દેશ કટોકટીની સાંકળોમાં બંધાયેલો હતો.
તે સમયગાળા દરમિયાન, બંધારણનું ગળું
દબાવવામાં આવ્યું હતું અને દેશભક્તોને કેદ કરી જેલમાં નાખવામાં આવ્યા હતા.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,”વંદે માતરમ એ મંત્ર છે, જેણે
સમગ્ર રાષ્ટ્રને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એકતા, બહાદુરી અને બલિદાનની શક્તિ આપી હતી. 1857 ના પ્રથમ
સ્વતંત્રતા યુદ્ધ પછી, જ્યારે બ્રિટિશ
શાસન જુલમ અને અત્યાચાર વધારી રહ્યું હતું, ત્યારે બંકિમચંદ્ર ચેટરજીએ વંદે માતરમ દ્વારા, બ્રિટિશ
શાસનના અભિયાન - ભગવાન રાણીને બચાવો -નો સશક્ત જવાબ આપ્યો હતો.
અંગ્રેજો એટલા ગભરાઈ ગયા હતા કે, તેમણે આ ગીત પર પ્રતિબંધ મૂકવા અને તેના
પ્રકાશનને રોકવા માટે કાયદા ઘડવા પડ્યા.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” વંદે
માતરમ માત્ર, રાજકીય સંઘર્ષનું સૂત્ર નહોતું, પરંતુ ભારત માતાને ગુલામીમાંથી મુક્ત કરવાની પવિત્ર
પ્રતિજ્ઞા હતી. અંગ્રેજો સમજી ગયા હતા કે, 1857 પછી ભારતને નિયંત્રિત કરવું સરળ નહીં હોય, તેથી તેમણે
બંગાળને કેન્દ્રમાં રાખીને, ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી.
આવા સમયે, બંગાળની બૌદ્ધિક
શક્તિ અને વંદે માતરમના ઉદયથી, સમગ્ર દેશમાં નવી ઉર્જા આવી.”
તેમણે કહ્યું કે,” આજે દેશ વંદે માતરમના 150 વર્ષ, સરદાર વલ્લભભાઈ
પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ગુરુ તેગ બહાદુરના 350મા શહીદ દિવસ,
જેવા ઐતિહાસિક પ્રસંગોનો સાક્ષી બની રહ્યો છે. આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં
પ્રેરણાદાયી ઘટનાઓને ફરીથી જોવાની તક પૂરી પાડે છે.” મોદીએ કહ્યું કે,” વંદે
માતરમે 1947માં દેશની આઝાદી તરફ દોરી જતી ચળવળને આકાર આપ્યો હતો. આજે, જ્યારે ગૃહ આ
ચર્ચામાં સામેલ છે, ત્યારે તે પક્ષીય
રાજકારણ વિશે નથી, પરંતુ લોકશાહીની
આ ઉચ્ચ સંસ્થા પ્રત્યે આપણે જે ઋણ સ્વીકારીએ છીએ તે સ્વીકારવાની તક છે.” તેમણે
કહ્યું કે,” વંદે માતરમના 15૦ વર્ષ, દેશ અને સંસદ બંને માટે ગૌરવને પુનઃસ્થાપિત
કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ