પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનો મુદ્દો, એક જાણી જોઈને ઉભી કરેલી રણનીતિનો ભાગ છે: ગિરિરાજ
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે,” પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનો મુદ્દો એક જાણી જોઈને ઉભી કરેલી રણનીતિનો ભાગ છે.” સિંહે સોમવારે સંસદ ભવનના સંકુલમાં મીડિયાના પ્રશ્નના જવાબમાં આ
ગિરિરાજ


નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે

જણાવ્યું હતું કે,” પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનો મુદ્દો એક જાણી જોઈને ઉભી કરેલી

રણનીતિનો ભાગ છે.” સિંહે સોમવારે સંસદ ભવનના સંકુલમાં મીડિયાના પ્રશ્નના જવાબમાં આ

નિવેદન આપ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય

હુમાયુ કબીર દ્વારા, બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવા અંગેના પ્રશ્નના જવાબમાં

કેન્દ્રીય મંત્રીએ કહ્યું,

આ આખી યોજના હુમાયુ કબીર દ્વારા નહીં, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા, ઘડવામાં આવી હતી.

તે બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમોના નામે જાણી જોઈને, વિવાદ ઉભો કરી રહી છે. આ

બાબરી મસ્જિદનો મુદ્દો એક જાણી જોઈને ઉભી કરેલી રણનીતિના ભાગ રૂપે, ઉઠાવવામાં

આવ્યો છે.

તેમણે ચેતવણી આપી હતી કે,” મમતા બેનર્જીને આ કૃત્ય માટે

માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિરોધ અને સજાનો સામનો કરવો પડશે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'વંદે માતરમ' ગીત એક શક્તિશાળી

પ્રતીક છે જે દેશને એકતામાં બાંધે છે. તે એક સૂત્ર છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે

પ્રેરણાનો સ્ત્રોત છે. જો 'વંદે માતરમ' ની ચર્ચા,

લોકશાહીના મંદિર (સંસદ) માં નહીં થાય, તો તેની ચર્ચા ક્યાં થશે? કેટલાક લોકો 'વંદે માતરમ' માં નહીં પણ 'બાબરી મસ્જિદ' માં માને છે.”

તેમણે કહ્યું કે 'વંદે માતરમ' 15૦ વર્ષ જૂનું સ્વતંત્રતા ગીત છે અને ભારતનો વારસો છે.

તેથી, તેની ખુલ્લેઆમ

ચર્ચા થવી જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande