
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિગો ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાને
કારણે લાખો મુસાફરોને, થયેલી અસુવિધામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરતી અરજી પર
તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. એક વકીલે આજે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ
બાબતનો, ઉલ્લેખ કરીને વહેલી સુનાવણીની વિનંતી કરી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે,” ભારત સરકારે
પહેલાથી જ આ બાબતની નોંધ લીધી છે. સમયસર કાર્યવાહી કરવામાં આવી છે. સરકારને
પરિસ્થિતિ સંભાળવા દો. તાત્કાલિક સુનાવણીની કોઈ જરૂર નથી.”
હિન્દુસસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/સુનીત નિગમ/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ