




પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધા એન.યુ.એલ.એમ. યોજના હેઠળ સ્વસહાય જુથના બહેનો, તથા અન્ય બહેનોએ ભાગ લીધેલ. જેમાં બહેનો દ્વારા વિવિધ પોષણક્ષમ વાનગી બનાવવામાં આવેલ જેમાં પોષણક્ષમ, ઓછા ખર્ચમાં બનતી તથા ઓછા તેલવાળી, તેમજ વિસરાતી જતી વાનગીઓ નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.
આ સ્પર્ધા દરમ્યાન ઉપકોત બાબતોને ધ્યાનમાં રાખી વાનગીઓને નંબર આપવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ ડો. ચેતના તિવારી ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ. જેમાં ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ફુડ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેસર નાથીબેન,આઈસીડીએસ. ના તજન તથા હેલ્થ વિભાગના તજજ્ઞ તથા અન્ય તજજ્ઞ દ્વારા નિર્ણાયકની કામગીરી કરવમાં આવેલ તેમજ નિણર્ણાયકો દ્વારા તમામ સ્પર્ધકોને વાનગી સ્પર્ધામાં કંઈ રીતે પ્રેઝન્ટેશન આપવું તે અંગે માહિતગાર કરવામાં આવેલ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya