પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે આગ વિષયક મોકડ્રીલ યોજાઈ.
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર ફાયર વિભાગ દ્વારા ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ જેટી ખાતે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ કામગીરીમાં પોરબંદરની નામાંકિત ક
પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે   આગ વિષયક મોકડ્રીલ યોજાઈ.


પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે   આગ વિષયક મોકડ્રીલ યોજાઈ.


પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે   આગ વિષયક મોકડ્રીલ યોજાઈ.


પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે   આગ વિષયક મોકડ્રીલ યોજાઈ.


પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર ફાયર વિભાગ દ્વારા ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ જેટી ખાતે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ કામગીરીમાં પોરબંદરની નામાંકિત કંપનીઓ સુપર ગેસ અને હાથી સિમેન્ટ (સૌરાષ્ટ્ર સિમેન્ટ) ના સેફ્ટી વિભાગે પણ સક્રિય ભાગ લીધો હતો. જેટી જેવા સંવેદનશીલ વિસ્તારમાં આગ કે અકસ્માતની ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન કેવી રીતે અટકાવવું તે આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.મોકડ્રીલ દરમિયાન કાલ્પનિક આગ લાગવી અને ગેસ લિકેજ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ સમયે સાયરન વાગતાની સાથે જ ફાયર વિભાગના જવાનો અને સુપર ગેસ તેમજ હાથી સિમેન્ટની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી હતી.આગને કાબૂમાં લેવા માટે ફોમ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, તેમજ ધુમાડા અને આગ વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશનનું આધુનિક સાધનો સાથે જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફાયર ઓફિસરો દ્વારા ત્યાં હાજર કર્મચારીઓ અને કામદારોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગેસ જેવી જ્વલનશીલ વસ્તુઓ સાથે કામ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ, ફાયર એકિંસ્ટગ્લિશર (આગ ઓલવવાના બાટલા) નો સાચો ઉપયોગ અને પ્રાથમિક સારવાર વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી.સરકારી તંત્ર અને ખાનગી કંપનીઓના સંકલનથી કેવી રીતે મોટી દુર્ઘટના ટાળી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમના અંતે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જી.એમ.બી. જેટી પર વારંવાર જહાજો અને માલસામાનની હેરફેર થતી હોવાથી સુરક્ષા અત્યંત આવશ્યક છે.સુપર ગેસ અને હાથી સિમેન્ટના સહયોગથી યોજાયેલી આ મોકડ્રીલથી કર્મચારીઓમાં જાગૃતતા આવી છે અને ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર સજ્જ છે તેમ સાબિત થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande