રાજ્યભરથી આવેલીઆંગણવાડી અને આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્ને કલેકટર કચેરી પર વિરોધ પ્રદર્શન
અમદાવાદ,9 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યભરથી આવેલીઆંગણવાડી અને આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્ને કલેકટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ
રાજ્યભરથી આવેલીઆંગણવાડી અને આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્ને કલેકટર કચેરી પર વિરોધ પ્રદર્શન


અમદાવાદ,9 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યભરથી આવેલીઆંગણવાડી અને આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્ને કલેકટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા છે. બે દિવસના પ્રતીક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ માત્ર એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ છે.

એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી રહી છે.

આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા અને તુવેર દાળના 60 પૈસા, ફ્રુટના બાળક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ છીએ.

તેમજ આશા વર્કર બહેનોને અને આંગણવાડી વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે. દરેક કામગીરી ઓનલાઈન કરવાની હોવાથી મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મોબાઈલ આપવામાં ન આવતા ડિજિટલ કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી છે. જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઇલ આપવામાં તેવી માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande