પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રેરણા પ્રવાસ કાર્યક્રમના ભાગરૂપે રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડલ ફાર્મની મુલાકાત કરાઈ.
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના અંતર્ગત આજે કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ ઘટકની કામગીરી સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે બહોળી સંખ્
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રેરણા પ્રવાસ કાર્યક્રમના ભાગરૂપે રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડલ ફાર્મની મુલાકાત કરાઈ.


પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજના અંતર્ગત આજે કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ ઘટકની કામગીરી સફળતાપૂર્વક યોજાઈ હતી.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ભાગ લઈ પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દાખવ્યો હતો. પ્રેરણા પ્રવાસ દરમ્યાન રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ સ્થિત વેલનાથ મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃતના ડેમો તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોનું લાઈવ પ્રદર્શન કરાયું હતું.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે વિગતવાર માર્ગદર્શન તાલુકા સંયોજક દેવા ખૂટી, એગ્રી એસિસ્ટન્ટ પારસ મારૂ તથા આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું.પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉપજક્ષમતા વધારવા, ખેડૂત ખર્ચમાં ઘટાડો લાવવા અને સ્વસ્થ પાક ઉત્પાદન તરફ આગળ વધવા આ પ્રવાસ ખેડૂતમિત્રો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande