બનાસકાંઠાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ,221611 મતદારો ઘટ્યા
અંબાજી 09 ડિસેમ્બર (હિ.સ) સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની કુલ
BANASKANTHA MA SIR NI KAMGIRI


અંબાજી 09 ડિસેમ્બર (હિ.સ) સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાં 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માં આવી છે બનાસકાંઠાની કુલ 9 વિધાનસભા વિસ્તારમાં 26,24,952 મતદારો નોંધાયેલા છે જે પૈકી 91.56 ટકા મતદારો એટલે કે કુલ 24,03,375 મતદારોનું EF ડિજીટાઈઝેશન તથા 8.84 ટકા એટલે કે 221611 મતદારોનું ASD તરીકે ડિજીટાઈઝેશન મળીને કુલ 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વિધાનસભા વિસ્તાર દીઠ કુલ 221611 મતદારો ASD એટલે કે (Absent – Shifted – Death) તરીકે નોંધાતા આ યાદી તમામ ગ્રામ પંચાયતો ખાતે મોકલી આપવામાં આવેલ છે. પરત મેળવી ના શકાયેલ હોય તેવા ગણતરી ફોર્મ એટલે કે ASD પૈકી બનાસકાંઠામાં કુલ 64,669 લોકો મૃત્યુ, 23627 ગેરહાજર, 111,738 મતદારોનું કાયમી સ્થળાંતર, 19,969 અગાઉથી નોંધાયેલા રિપિટેડ મતદારો તથા 1608 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

આ સાથે કમી થતા મતદાર (ASD)ની યાદી દરેક મતદાન મથક ખાતેના BLO તથા પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”માન્ય.રાજકીય પક્ષો દ્વારા મતદાન મથક ખાતે નીમવામાં આવેલ એજન્ટ સાથે પ્રિ ડ્રાફ્ટ મિટિંગ તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ યોજીને દરેક એજન્ટને આપવામાં આવેલ છે. આ યાદી દરેક મતદાન મથક અને ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ લિસ્ટ બાબતે સુધારા વધારાની વિગતો આવકાર્ય છે. ASD ની વધુ વિગતો માટે મતદારોhttps://banaskantha.nic.in/ વેબસાઈટની મુલાકાત લઈ શકશે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલે SIRની 100 ટકા કામગીરી બદલ આ પ્રક્રિયામાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande