
ભાવનગર 9 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર–મદાર (AII–MDJN) સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 44 પર R.U.B. માટે LHS (લોઅરિંગ ઓફ હાઈ સ્પીડ) કાર્ય કરવા માટે તા. 11 અને 12 ડિસેમ્બર, 2025ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ બ્લોકનો પ્રભાવ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ પર પડશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તા. 11 ડિસેમ્બર, 2025 (ગુરુવાર)ના રોજ પોરબંદર સ્ટેશન પર થી પ્રસ્થાન કરતી પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ (19269)ને ઉપરોક્ત બ્લોકને કારણે દૌરાઈ–મદાર જંકશન બાયપાસ લાઈન મારફતે સંચાલિત કરવામાં આવશે. આ અવધી દરમિયાન આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય.
મુસાફરોની સુવિધા માટે દૌરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે.
રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે, મુસાફરી પહેલાં ટ્રેનની નવીનતમ સ્થિતિની માહિતી માટે ભારતીય રેલની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in, NTES એપ અથવા 139 હેલ્પલાઇન પર અવશ્ય સંપર્ક કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ