રણાવવમાં પ્રેમસંબંધના મનદુઃખને લઈ ને બે ભાઈઓ પર ઘાતકી હુમલો.
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના રાણાવાવમાં પ્રેમ સબંધના મનદુઃખમાં બે ભાઈઓ પાઇપ, ધારીયા અને ધોકા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં આ યુવાનના સમાજના ઉપપ્રમુખ તેના પત્ની અને ભત્રીજા સામે ગુન્હો દાખલ થયો છે.રાણાવાવના વાગડીયાવાસમાં આવે
રણાવવમાં પ્રેમસંબંધના મનદુઃખને લઈ ને બે ભાઈઓ પર ઘાતકી હુમલો.


પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના રાણાવાવમાં પ્રેમ સબંધના મનદુઃખમાં બે ભાઈઓ પાઇપ, ધારીયા અને ધોકા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં આ યુવાનના સમાજના ઉપપ્રમુખ તેના પત્ની અને ભત્રીજા સામે ગુન્હો દાખલ થયો છે.રાણાવાવના વાગડીયાવાસમાં આવેલા વેલનાથપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા અનિલ ડાયા ડુંગરાણી, ઉ.વ. 21 એ રાણાવાવ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો 18 વર્ષનો નાનો ભાઇ પ્રતાપ બંને તેના ઘરેથી પાન– માવાની દુકાને ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે તેમના જ લતામાં રહેતા તેમના સમાજના ઉપપ્રમુખ હીરાભાઇ રાજાભાઇ માયાણી અને તેની પત્ની શોભનાબેન તથા ભત્રીજો સુનિલ મગન માયાણી ત્યાં આવીને ફરિયાદી અનીલ અને તેના ભાઇ પ્રતાપને ગાળો બોલવા લાગ્યા હતા તેથી ગાળો બોલવાની ના પાડતા હીરાભાઇએ લોખંડના પાઇપ વડે, શોભનાબેને ધારીયા વડે અને સુનીલે ધોકા વડે અનીલને માર માર્યો હતો. તેનો ભાઇ પ્રતાપ બચાવવા માટે વચ્ચે આડો પડતા તેમની ઉપર પણ તે ત્રણેય તૂટી પડયા હતા.લોકો ભેગા થઇ જતા હત્યાની ધમકી આપીને ત્રણેય ચાલ્યા ગયા હતા. અને 108 ને ફોન કરીને ફરિયાદીના ફઇ વિજયાબેને બંનેને ભાવસિંહજી હોસ્પિટલે પહોચાડયા હતા. જેમાં ફરિયાદીને હાથ -પગમાં ફ્રેકચર તથા તેના ભાઇને પણ ઇજા થતા દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલના બિછાનેથી અનીલ ડુંગરાણીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે ત્રણ મહિના પહેલા તેમના સમાજના પ્રમુખભાઇ હરીભાઇ સોંડાભાઇની ભાણેજ સાથે ફરિયાદી અનીલને પ્રેમસબંધ હતો અને પછી હરીભાઇ સાથે સમાધાન થઇ ગયુ હતુ.

માર મારનાર હીરાભાઇ માયાણી સમાજના ઉપપ્રમુખ છે અને તેથી મનદુઃખ રાખીને અનિલ અને તેના ભાઇ પ્રતાપને માર મારવામાં આવ્યો હોવાનું જણાવતા રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande