જામનગર જિલ્લાના સિક્કા તાલુકાની આંગણવાડીમાં કામ કરતા મહિલાનું મૃત્યુ : સુપરવાઈઝરના ત્રાસનો આક્ષેપ
જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) જામનગર તાલુકા પંચાયત હસ્તકના સિક્કા ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાનું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં તેણી એ બાળકને જન્મ આપ્યો હતો. સુપર વાઈઝરના ત્રાસના કારણે તેઓ માનસિક ચિંતામાં હતાં. પરિણામે મહિલાનું મૃત
આંગણવાડી મહિલાનું મોત


જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) જામનગર તાલુકા પંચાયત હસ્તકના સિક્કા ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાનું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં તેણી એ બાળકને જન્મ આપ્યો હતો. સુપર વાઈઝરના ત્રાસના કારણે તેઓ માનસિક ચિંતામાં હતાં. પરિણામે મહિલાનું મૃત્યુ થયાનો પણ આક્ષેપ થયો છે. હાલ તો સમગ્ર પ્રકરણની તપાસ ચલાવાઈ રહી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતા લીલાબેન નામના મહિલાનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તાજેતરમાં જ તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે તેમના મૃત્યુ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક સાથી કર્મચારી ઓ દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે પોતાના સુપરવાઇઝર દ્વારા કામ બાબતે સતત ત્રાસ આપવામાં આવતો હતો અને તેના માનસિક ત્રાસ અને સતત કામના ભારણના કારણે લીલાબેનનું મૃત્યુ થયુ છે.

​​​​​​​સીડીપીઓ ગ્રામ્ય ઘટક-2 , પ્રગતિબેન છાત્રોલાના જણાવ્યા મુજબ સ્ટાફમાં સામાન્ય બાબતે વિવાદ ચાલતો હતો અને મુખ્ય સેવિકા ભાનુબેન જાદવ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેવી ફરિયાદ મળતા બે દિવસ પહેલા મતભેદ અંગે સમાધાનનો પણ પ્રયત્ન કર્યો હતો. મૃત્યુ પામનાર લીલાબહેન દ્વારા સગર્ભાવસ્થા માટેની રજાની માંગણી કરવામાં આવી હતી અને છેક સુધી ફરજમાં જ હતાં. કદાચ તેઓ પ્રસૂતિ પછી એક સાથે છ માસની રજા મેળવવા માંગા હોય શકે. હાલ તો સમગ્ર પ્રકરણ અંગે ઉપરી અધિકારી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande