પોરબંદરના ખેલાડીઓનું રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન.
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય શાળાકીય રમત અંતર્ગત રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન નડિયાદ, ખેડા ખાતે થયું હતું. જેમાં ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતે તાલીમ મેળવતા ખેલાડ
પોરબંદરના ખેલાડીઓનું રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન.


પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય શાળાકીય રમત અંતર્ગત રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન નડિયાદ, ખેડા ખાતે થયું હતું. જેમાં ડી.એલ.એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતે તાલીમ મેળવતા ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી પોરબંદર જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

સ્પર્ધામાં અજય ગૌસ્વામીએ 400 મીટરમાં સિલ્વર મેડલ, 600 મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવવાની સફળતા મેળવી હતી. તેમજ મહેશ ગુંડીયા, મુબિન ચોવટિયા અને અજય ગૌસ્વામીએ 4x100 રિલે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વિજયનો ત્રિરંગો લહેરાવ્યો હતો.

ખેલાડીઓની આ સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનિષકુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરા, DLSS સાંદિપની ગુરુકુળના આચાર્ય કમલ મોઢા, PRO ડૉ. દેવજી ઓડેદરા તથા શાળા પરિવારે ખેલાડીઓ તેમજ કોચ રાહુલ કાર્કી અને ટ્રેનર અજય કરંગીયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande