
- માલાશ્રમ, કાજ, વેલણ, માઢવડ અને કોટડાના ગ્રામજનો માટે સરળ બનશે વાહનવ્યવહાર
સોમનાથ 9 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રોડ અને રસ્તા સમારકામની કામગીરી અવિરત ચાલુ છે.
જે અન્વયે કોડીનાર વેલણ કોટડા રોડનો રસ્તો કોડીનાર શહેરથી શરૂ થઈ માઢવાડ તેમજ કોટડા બંદર સુધી જતો રસ્તો 7 મીટર પહોળો છે. જેને હાલ 10 મીટર પહોળો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ રસ્તો પહોળો થતા દેવળી, સરખડી, માલાશ્રમ, કાજ, વેલણ, માઢવડ અને કોટડા ગામના ગ્રામજનો માટે વાહનવ્યવહાર સરળ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ