
મહેસાણા,9 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યના મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્મારકોને વિશેષ ઉજાસથી ઝગમગાવી દેવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 10 ડિસેમ્બર ના રોજ વિશાળ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઊંઝા ઉમિયા માતા મંદિર, બહુચરાજી બહુચર માતા મંદિર, મોઢેરા સૂર્યમંદિર અને વડનગર લટેરી વાવ ખાતે દીવા પ્રજ્વલન, રોશની સજાવટ, રંગોળી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.ભારત સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય મુજબ 07 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ (IGC20COM) ની આંતરસરકારી સમિતિનું 20મું સત્ર યોજાઈ રહ્યું છે. આ પરિપેક્ષમાં ભારતે 2024–25 માટે યુનેસ્કોની અમૃત યાદીમાં સામેલ કરવા દિપાવલીનું નામાંકન મોકલ્યું છે.દિપાવલીને યુનેસ્કો ધરોહર યાદીમાં સ્થાન મળે તેવી આશાને ધ્યાનમાં રાખીને, રાજ્યના મુખ્ય ઐતિહાસિક સ્થાનોએ દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR