જામનગર પોલીસ દ્વારા 8741 બોટલ દારૂના જથ્થાનો નાશ કરાયો
જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) જામનગરમાં જુદા જુદા પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવેલ દારૂના જથ્થાનો સરકારી રાહે નાશ કરવામાં આવ્યો હતો. શહેરના સીવીલ એરપોર્ટ પાસે સીઆઇએસએફ કમ્પાઉન્ડની દિવાલ નજીક આવેલા સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા ગત વર
દારૂના જથ્થાનો નાશ


જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) જામનગરમાં જુદા જુદા પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવેલ દારૂના જથ્થાનો સરકારી રાહે નાશ કરવામાં આવ્યો હતો. શહેરના સીવીલ એરપોર્ટ પાસે સીઆઇએસએફ કમ્પાઉન્ડની દિવાલ નજીક આવેલા સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા ગત વર્ષોમાં પકડેલો ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી એ ડિવિઝન, સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને રેલવે પોલીસ દ્વારા દ્વારા પકડવામાં આવેલ નાની મોટી 8741 બોટલ દારૂનો નાશ કરાયો હતો.

આજે મંગળવારે સવારથી જ દારૂનો નાશ કરવા માટે સબંધિત વિભાગની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી હતી, દરમ્યાન એસડીએમ અને પોલીસ અધિકારીઓ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande