
જૂનાગઢ, 9 ડિસેમ્બર (હિ.સ.) સ્વદેશી અભિયાન અંતર્ગત 19 ડિસેમ્બરથી જૂનાગઢ ખાતે મહિલાઓની ઉદ્યમશીલતા અને તેમના દ્વારા ઉત્પાદિત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સશક્ત નારી મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નાના સ્તરે જુદી જુદી વસ્તુઓનું મહિલાઓને પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ કરી શકે તે માટે તક પૂરી પાડી છે.
જિલ્લા કલેકટરએ ખાસ મહિલાઓને દ્વારા થતાં પોતાના ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે એક ખુલ્લો અવસર પૂરો પાડ્યો છે, સામાન્ય રીતે જુદી જુદી યોજનાઓ હેઠળ નોંધાયેલા મંડળો જૂથ ભાગ લઈ શકતા હોય છે. ત્યારે આ મેળામાં નાના સ્તરે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતાં મહિલાઓ પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ કરવા માટે રજૂઆત કરી શકશે.
આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મૂલ્યોને સમાવતા આ નારી સશક્ત મેળામાં મહિલા ગૃહ ઉદ્યોગ સંચાલકો, મહિલા ઉદ્યોગ સાહસિકો, મહિલા ઈનોવેટરસૅ , જિલ્લાનાં મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ, કળા - કૌશલ્ય સર્જનથી ઉત્પાદિત હેન્ડી ક્રાફટ, હેન્ડલૂમ, આર્ટ જેવી ચીજ વસ્તુઓ, પ્રાકૃતિક ઉત્પાદનો, પેકેજીંગ ફૂડ પ્રોડક્ટ વગેરેનું ઉત્પાદન કરતા મહિલાઓ પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ પણ કરી શકશે. આ ઉત્પાદનો સ્વદેશી અને સ્થાનિક કક્ષાએ જાતે બનાવેલા હોવા અનિવાર્ય છે.
જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારના ઉત્પાદનો કરતાં મહિલાઓએ પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ પૂરો પાડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ