વિસાવદર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 23 ડિસેમ્બરે યોજાશે
જુનાગઢ 9 ડિસેમ્બર (હિ.સ.) તાલુકા કક્ષાના પ્રશ્નોનાં ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત વિસાવદર મામલતદાર કચેરી ખાતે ડિસેમ્બર-મ
વિસાવદર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 23 ડિસેમ્બરે યોજાશે


જુનાગઢ 9 ડિસેમ્બર (હિ.સ.) તાલુકા કક્ષાના પ્રશ્નોનાં ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત વિસાવદર મામલતદાર કચેરી ખાતે ડિસેમ્બર-માસનો સ્વાગત કાર્યક્રમ 23 ડિસેમ્બરાં રોજ યોજાશે.

આ સ્વાગત કાર્યક્રમમાં વિસાવદર તાલુકાના પ્રશ્નો- ફરિયાદો 10 ડિસેમ્બર સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, વિસાવદરને પહોંચતા કરવાના રહેશે. અરજીનાં મથાળે વિસાવદર તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારને અરજી કરતાં પહેલાં ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રશ્ન અંગે લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેમજ આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ.

આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નનાં આધાર પૂરાવા સાથે રજુઆત કરી શકશે. ઉપરાંત અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande