
જૂનાગઢ,9 ડિસેમ્બર (હિ.સ.) રાજય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત એન.સી.સી. બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ ૩૦/૧૧/૨૦૨૫ થી ૦૯/૧૨/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતભર માંથી અલગ અલગ જીલ્લા માંથી 100 જેટલા એન.સી.સી. બહેનોએ તાલીમ લીધી હતી.
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગી કમાન્ડીંગ ઓફ્સિર, 8 ગુજરાત બટાલિયન, કર્નલ વિજય મિશ્રા, એ.ડી.એમ. ઓફિસર, 8 ગુજરાત બટાલિયન, સુબેદાર મેજર બલવંતસીંગ, કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ એ આપી હતી.
તાલીમાર્થી જાગૃતિ ખાનદાર, તબ્બાસુમપ્રવીણ અંસારી તથા આયશા મલેક દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન હિતેશી રાવ, પાયલ માણેક એ કર્યું હતું. આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં પ્રદીપ કુમાર રાજસ્થાન, પરેશ ચૌધરી બનાસકાંઠા, નયના મુલાણી બોટાદ, મહાલા કાજલ, પટેલ બિંદીયા નવસારી, દશરથ પરમાર, રાઠોડ પરેશ પાટણ, દેવરાજ ગોહિલ, ભટ્ટ પિયુષ, રોહિત વેગડ ભાવનગર માનદ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ