

મહેસાણા,9 ડિસેમ્બર (હિ.સ.) યુવા શક્તિનો જશ્ન માનતા સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત વિજાપુર વિધાનસભા કક્ષાએ આજે પીલવાઈ સ્થિત શેઠ જી.સી. હાઇસ્કુલ ખાતે કબડ્ડી (ભાઈઓ) સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. વિજાપુર તાલુકાની અનેક શાળાઓમાંથી ટીમોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની રમતકુશળતાનું પ્રદર્શન કર્યું.આ કબડ્ડી સ્પર્ધાને વિશેષ ગૌરવપ્રદ બનાવવા માટે વિજાપુર તાલુકા સભ્ય મનુજી ચાવડા, પીલવાઈ ગામના સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ, વિજાપુર મામલતદાર અતુલસિંહ ભાટી, શાળાના આચાર્ય કૃણાલબેન ઠાકર, સુપરવાઇઝર કલ્પેશ પટેલ તથા જિલ્લા રમત વિકાસ અધિકારી કિલ્લોલબેન સાપરિયા સહિતના માન્યવરોએ ઉપસ્થિતિ નોંધાવી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.યુવા ખેલાડીઓની પ્રતિભાને statewide પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ ધરાવતા આ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર દરેક ટીમે ઉત્તમ રમતભાવ સાથે પ્રતિસ્પર્ધા કરી. રમત ક્ષેત્રે બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી સ્પર્ધાઓ મહત્વપૂર્ણ હોવાનું મહાનુભાવોએ જણાવ્યું.કાર્યક્રમ અંતે અધિકારીઓ અને આગેવાનોએ તમામ ખેલાડીઓને ઉજ્જવળ રમતિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને સતત મહેનત સાથે આગળ વધવા પ્રેરિત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR