

પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ. )કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તેમજ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે મુલાકાત કરી. જે દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડ
સહિતના પ્રશ્નોને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને રજુઆત કરવામાં આવી. આ રજુઆતને ધ્યાને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પોરબંદરના ત્રણ નેશનલ હાઈવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તાકીદે મંજુરી આપવા માટે વિભાગને સુચનાઓ આપી છે, જે માટે અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લા વતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya