
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જીલ્લામાં યોગ્ય રોજગારી અને યોગ્ય માનવબળ પુરું પાડવાના ભગીરથ પ્રયાસ અન્વયે આગામી તારીખ 23/12/2025 ના પોરબંદર જિલ્લા રોજગાર કચેરી ઉદ્દેશ્યથી મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ જોબફેરમાં પોરબંદર જીલ્લાના કામ કરતાં તમામ નોકરીદાતાઓ/સંસ્થાઓ સહભાગી થાય અને સ્થાનિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક રોજગાર વાંચ્છુઓને યોગ્ય રોજગારી મળી રહે એ ઉદ્દેશ્યથી મેગા જોબફેરમાં જિલ્લાના વધુમાં વધુ નોકરીદાતાઓ સહભાગી થાય તે હેતુથી મેગા જોબફેરનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.
નોકરીદાતાઓને રજીસ્ટ્રેશન કરવા માટે જિલ્લા રોજગાર કચેરીના ઇ-મેઈલ આઈ.ડી dee-por@gujarat.gov.in પર સંપર્ક કરવો તેમજ વધુ વિગત માટે કચેરીના સંપર્ક નંબર 0286- 2222041 પર કોલ કરવાઅત્રે ઉલ્લેખનીય છે કે, જોબફેરમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી તેમજ રોજગાર કચેરીની બધી સેવાઓ વિના મુલ્યે છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya