
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) ગાંધીભુમિ પોરબંદરમાં રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના વાહનોની પાછળ દોડતા શ્વાનનો લીધે અકસ્માતો થઈ રહ્યાં છે છેલ્લા 6 માસમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં 3400 લોકોને કુતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. કોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર જાગી છે.
પોરબંદર શહેરમાં રખડતા શ્વાનનો વધતા ત્રાસ સામે મનપા શ્વાનને પકડવા, રહેઠાણ, ખોરાક સહિતની વ્યવસ્થાનું કરી રહી છે.પોરબંદર શહેરમાં કુતરાની વસતી દિવસે દિવસે વધી રહી છે, જેના પગલે કુતરા કરડવાના બનાવ પણ વધી રહ્યા છે તેથી લોકોમાં રાત્રીના કેટલાક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરમાં છેલ્લા 6 માસમાં 3500થી વધુ લોકોને કુતરા કરડયા હોવાનુ જાણવા મળેલ છે.રાત્રીના રોડ પર કુતરાના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાતો હોય છે રાત્રીના શહેરના મુખ્યમાર્ગો પર કુતરા વાહનો પાછળ દોડતા અકસ્માત થતા હોય છે. પોરબંદર ખબરના અહેવાલ બાદ મનપાની ઉંઘ ઉડી છે રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનને પકડવાનું આયોજન કરી રહી છે. પોરબંદર મનપા કમિશ્નર હસમુખ પ્રજાપતિના જણાવ્યા મુજબ શહેરમાં શ્વાનને ખોરાક આપવા પોઈન્ટ નક્કી થશે તેમજ શ્વાનને પકડીને રાખવા માટે મનપા પાંજરાની ખરીદીનુ આયોજન કરી રહી છે. ઓડદર ગૌશાળામાં શ્વાનને રાખવા અલગ વ્યવસ્થાનું આયોજન છે ગૌશાળામા બિમાર શ્વાનની સારવાર અને નસબંધી સહિતની વ્યવસ્થા માટે હંગામી ઓપરેશન થિયેટર ઉભુ કરાશે સાથે જ ઓડદર ગૌશાળામાં હાલ બે પશુ ડોકટરોની નિમણુક કરવામાં આવી છે ફરજ બજાવી રહ્યાં છે તેમ જણાવ્યુ હતુ તો બીજી તરફ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ એપ્રિલ માસમા 529,મે-539, જુન-432, જુલાઈ - 414, ઓગસ્ટ -416, સપ્ટેમ્બર માસમાં 434 તેમજ ગત ઓક્ટોબર માસ સૌથી વધુ 627 લોકો મળી કુલ 3391 લોકોને છેલ્લા 6 માસમાં કુતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે આ સરકારી આંકડા છે આ આંકડા વધારે પણ હોય શકે છે જેથી પોરબંદર મનપાએ વહેલી તકે શ્વાનના ત્રાસ લઈને ઝડપી કામગીરી કરવી જોઈએ જેથી લોકોને મુશ્કેલી ના થાય.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya