
પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીઅને પોરબંદર સાંસદના પ્રયાસોથી પોરબંદર રાજકોટ વચ્ચે નવી ટ્રેન શરુ કરવામાં આવી છે ત્યારે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા જીગ્નેશ કારિયા (ડી.આર.યુ. સી.સી. મેમ્બર,ભાવનગર) અને રેલવે કમિટીના ચેરમેન ભરત ઠકરાર દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ પોરબંદર રાજકોટ લોકલ ટ્રેન નંબર-59561 રાજકોટ થી સવારે 08-35 કલાકે ઉપાડવાનો સમય હોય તો આ ટ્રેન સવારે 9-45 કલાકે ઉપાડવામાં આવે તો મુંબઈથી ઉપડતો સૌરાષ્ટ મેઈલ જે મુંબઈ થી ઓખા જાય છે. આ સૌરાષ્ટ મેઈલ સવારે 9:05 કલાકે રાજકોટ પહોંચે છે.આ સૌરાષ્ટ્ર મેઈલમાં મુંબઈથી પુષ્કળ પ્રમાણમાં પોરબંદર તેમજ આસપાસના વિસ્તારના મુસાફરી કરતા હોય તેથી રાજકોટ પોરબંદર લોકલ ટ્રેન નંબર-59561 તેમનો સમય સવારે 08: 35ને બદલે સવારે 9-45 કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મેઈલમાં આવતા મુસાફરોને પોરબંદર તેમજ આસપાસના લોકોને રાજકોટ પોરબંદર ઉપડતી લોકલ ટ્રેનમાં કનેક્શન મળી જાય અને મુસાફરો સમયસર પોરબંદર પહોંચી શકે અને રેલ્વેને પણ સારો ટ્રાફીક મળશે અને સારી આવક થશે. જેથી આ ટ્રેન બાબતે યોગ્ય કાર્યવાહી કરી રાજકોટ પોરબંદર લોકલ ટ્રેનના સમય સવારે 08-35 ને બદલે 9-45 નો કરી આપવા રજુઆત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya