ખેલ મહાકુંભ અંતર્ગત જામનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની રસ્સા ખેંચ સ્પર્ધા યોજવામાં આવી
જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્ર ઝોન હેઠળ ખેલ મહાકુંભની રસ્સાખેચ સ્પર્ધાનું આયોજન જામનગર અજીતસિંહજી પેવેલિયન ખાતે કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 16 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે, જેમાં દરે
ખેલ મહાકુંભ સ્પર્ધા


જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્ર ઝોન હેઠળ ખેલ મહાકુંભની રસ્સાખેચ સ્પર્ધાનું આયોજન જામનગર અજીતસિંહજી પેવેલિયન ખાતે કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનથી યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 16 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે, જેમાં દરેક ટીમમાં 9 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ઝોન લેવલની રસ્સાકસ્સી સ્પર્ધા 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુઘી જામનગરમા યોજાઈ હતી. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને પોરબંદર સહિતની તમામ જિલ્લાઓની ટીમો પોતાની શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવવા મક્કમ છે.

આ સ્પર્ધામાંથી રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરવા બે શ્રેષ્ઠ ટીમોની પસંદગી કરવામાં આવશે. ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો જુસ્સો જોવા મળી રહ્યો છે.

જામનગરના અજીતસિંહજી પેલેલીયન ખાતે આ સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓ અને દર્શકોને ઉત્તમ રમતિયાળ માહોલ મળી રહે. ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યુવાનોમાં રમત પ્રત્યેનો ઉમંગ વધારો કરે છે અને રાજ્ય સ્તરે પોતાની લાયકાત સાબિત કરવાની તક પ્રદાન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande